What is Squint?
A squint also called strabismus is where the eyes point in different directions. It’s particularly common in young children, but can occur at any age. One of the eyes may turn in, out, up, or down while the other eye looks ahead. This may happen all the time or it may come and go.
Symptoms of Squint
Eyes that look at different directions at the same time. Eyes that don’t move together. Poor depth perception.
How Fast Squint Develop?
Most squint develops at sometime in the first three years of life. However, some develop in older children and adults.
Causes of Squint
Congenital, meaning a person born with it.
Hereditary or running in families, suggesting a genetic link.
The result of an injury, illness or long sightedness Due to a lesion on a cranial nerve.
When to Get Medical Advice
If child has a squint all the time. If child is older than 3 months and has a squint that comes and goes -in babies younger than this, squints that come and go are not usuallya cause for concern. You have any concerns about your child’s vision –signs of a problem can include regularly turning their head to one side or keeping one eye closed when looking at things. You develop a squint or double vision later in life.
Treatment Options:
Prompt treatment reduces the risk of complications. Such as amblyopia, or lazy eye. The younger the patient is, the more effective treatmentis likely to be.
Glasses: If hypermetropia, or long sightedness, is causing the squint, glasses can usually correct it.
Exercise: These may help enhance brain eye coordination and increase muscle control to improve focus.
Surgery: surgery is only used if other treatments are not effective. It can realign the eyes and restore binocular vision. The surgeon moves the muscle that connects to the eye to a new position.
Sometimes both eyes need to be operated on to get the right balance.
ત્રાંસી આંખ એટલે શું?
સામાન્ય રીતે આપણી બંને આંખો એકજ દિશામાં જોતી હોય છે પરંતુ, જ્યારે જુદી જુદી દિશામાં જોતી હોય ત્યારે તેને ત્રાસી આંખ કહેવાય છે. ત્રાંસી આંખને સ્ક્વીન્ટ તરીકે પણ ઓળખાય છે. તે ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે, પરંતુ આ કોઈપણ ઉમરે થઈ શકે છે. એક આંખ સામે જોતી હોય ત્યારે બીજી આંખ બીજી કોઈ દિશા (અંદર, બહાર, ઉપર, કે નીચે) જોતી હોય છે. ત્રાંસી આંખ કોઇકવાર વત્તા ઓછા પ્રમાણમાં પણ જોવા મળે છે. જ્વલ્લે ત્રાંસી આંખ કોઈકવાર આવે અને જાય તેવું પણ હોય છે.
ત્રાંસી આંખના લક્ષણો:
બંને આંખો એક જ સમયે જુદી જુદી દિશામાં જોતી હોય છે.
ચોક્કસ રીતે અંતર અને ઊંડાઈ ધારવાની નબળાઈ.
ત્રાંસી આંખ કેટલો ઝડપી વિકાસ કરે છે?
મોટાભાગની ત્રાંસી આંખ જીવનના પ્રથમ ત્રણ વર્ષમાં થતી હોય છે. જોકે, કેટલાક મોટા બાળકો અને પુખ્ત વયના લોકોમાં પણ થઈ શકે છે..
ત્રાંસી આંખ થવાના કારણો:
જન્મજાત, એટલે કે તેની સાથે જન્મેલું વ્યક્તિ.
વારસાગત અથવા કુટુંબોમાં ચાલતું આવતું હોય, આનુવંશિક લીંક સૂચવે છે.
ઇજા કે માંદગીના બાદ.
વધારે પડતાં પ્લસ નંબરવાળી આંખ.
મગજ સાથે જોડાયેલી કોઈ નસની નબળાઈના કારણે.
તબીબી સલાહ ક્યારે મેળવવી જોઈએ :
જો બાળકની ત્રાંસી આંખ કાયમ/સતત રહેતી હોય.
જો ત્રાંસી આંખ કાયમ/સતત ન રહેતી હોય અને આવ-જા કરતી હોય પણ બાળકની ઉંમર 3 મહિનાથી વધુ થઈ ગઈ હોય તો (૩ મહિના સુધી ત્રાંસી આંખ આવ-જા કરતી હોય તો રાહ જોઈ શકાય.)
તમને તમારા બાળકની દ્રષ્ટિ વિષે કોઈ શંકા હોય જેમ કે બાળક માથું એક બાજુ નમાવતું હોય અથવા એક આંખ બંધ રાખીને જોતું હોય.
મોટી ઉંમરે ત્રાંસી આંખ થવી અથવા ડબલ દેખાવું.
સારવારના વિકલ્પો:
સમયસર સારવાર તેમાં રહેલી જટિલતા જેમ કે એમ્બલિયોપિયા, અથવા નબળી આંખ રહેવાની શક્યતા ઘટાડે છે. દર્દીની ઉંમર જેટલી નાની હોય, તેટલી અસરકારક સારવાર થતી હોય છે.
ચશ્મા: પ્લસ નંબરના લીધે થતી ત્રાંસી આંખ ચશ્મા પહેરવાથી સુધરી જતી હોય છે.
કસરત: મગજ અને આંખના સંકલનને વધારવામાં મદદ કરી શકે છે અને એકાગ્રતા સુધારવા માટે સ્નાયુના નિયંત્રણમાં વધારો કરી શકે છે.
ઓપરેશન: ઓપરેશન જયારે અન્ય સારવારો અસરકારક ન નીવડી હોય ત્યારે જરૂરી બનતું હોય છે. સર્જન ઓપરેશનમાં આંખ સાથે જોડાયેલા સ્નાયુને નવી જગ્યા પર ખસેડીને તેની ગોઠવણ સુધારી શકતા હોય છે. તેના કારણે બંને આંખની સયુક્ત દ્રષ્ટિ પણ પુનઃસ્થાપિત કરી શકાય છે.